રાજકુમાર હિંગોળની ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન પ્રભારી તરીકે વરણી
રાજકોટના સર્કિટ હાઉસ ખાતે **અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS)**ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. શહેર પ્રમુખ મેરૂભા મોયા અને જિલ્લા પ્રભારી દિનેશ જાવિયાના આહવાને પગલે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં સિનિયર પત્રકારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન પત્રકારોની સુરક્ષા, સલામતી, ગૌરવ અને સંગઠનની આગામી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના પત્રકારોને સંગઠનમાં જોડીને સભ્ય નોંધણી બાદ ટૂંક સમયમાં રાજકોટ શહેર કારોબારીની રચના કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
= રાજકુમાર હિંગોળને મહત્વની જવાબદારી
ABPSSના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડીયા દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહેલા સિનિયર પત્રકાર રાજકુમાર હિંગોળની ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન પ્રભારી તરીકે વરણી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
આ જાહેરાતને બેઠકમાં ઉપસ્થિત પત્રકારોએ હર્ષભેર આવકારી હતી.
= માત્ર નિષ્ઠાવાન અને પૂર્ણકાલીન પત્રકારોને સભ્યપદ
રાજકોટ શહેર પ્રમુખ મેરૂભા મોયાએ જણાવ્યું હતું કે સંગઠનમાં માત્ર નિષ્ઠાવાન અને પૂર્ણકાલીન પત્રકારોનો જ સમાવેશ કરવામાં આવશે. સાથે જ સંગઠન દ્વારા ‘પીળા પત્રકારત્વ’ને કોઈપણ પ્રકારનું પ્રોત્સાહન આપવામાં નહીં આવે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
= પ્રેસ-પોલીસ-પોલિટિશિયન વચ્ચે સંકલન મજબૂત બનાવાશે
બેઠકમાં વર્તમાન સમયમાં પ્રેસ, પોલીસ અને રાજકીય પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ અને સહકારને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સંગઠન દ્વારા પત્રકારો કોઈપણ ભય વિના નિર્ભીકપણે કામગીરી કરી શકે અને પત્રકારો સામે થતા ખોટા આક્ષેપો કે ફરિયાદોના કિસ્સામાં હકીકતોની તપાસ કરીને યોગ્ય રીતે રજૂઆત કરી શકાય તે દિશામાં કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
= પત્રકારોની સુરક્ષા અને ગૌરવ માટે સંગઠન પ્રતિબદ્ધ
ABPSSના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડીયાએ પત્રકારોની એકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે પત્રકારોની સુરક્ષા, સલામતી અને ગૌરવ જળવાઈ રહે તે માટે સંગઠન પ્રતિબદ્ધ છે.
તેમણે જણાવ્યું કે પત્રકારો એકજૂથ હશે તો જ સમાજના પ્રશ્નોને વધુ અસરકારક રીતે ઉજાગર કરી શકાશે. કોઈ એક પત્રકારને નિશાન બનાવી ફરિયાદ કે આક્ષેપ કરવામાં આવે ત્યારે તેની સત્યતા તપાસીને પત્રકારોના હિતમાં સંગઠન દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
= મોટી સંખ્યામાં પત્રકારોની હાજરી
રાજકોટ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં જીગ્નેશ કાલાવડીયા, મેરૂભા મોયા, દિનેશ જાવિયા, કિશન વેકરીયા, મિલન ત્રિવેદી, અતુલ સુરાણી, અશ્વિન વશિષ્ઠ, ધીરેન મકવાણા, રાજુ બગડાઈ, રાજકુમાર હિંગોળ, કિરીટ પટેલ, વિનય પરમાર, ગિરીશ ભરડા, તુષાર પરીખ, રાજુ રાવલ, હિતેષ રાઠોડ, દર્શિત ગાંગડિયા, કિર્તી કંસારા, ઈશ્વર મકવાણા, મુસ્તાક મોમ, યોગેશ પીઠડીયા, નવઘણ ગમારા, દિલીપ ગમારા, દિલીપસિંહ વાઘેલા, આબીદભાઈ, પરાગ ડોબરીયા, અકબર કાંડિયા, રાજવીર સોલંકી અને અભય પંડ્યા સહિતના અનેક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.










