
રાજકોટ ગ્રામ્ય ASP સિમરન ભારદ્વાજ સહિત ગુજરાતના છ પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગૃહ મંત્રાલયની જાહેરાત; દેશભરના 490 કર્મચારીઓની પસંદગી, ગુજરાત પોલીસના અધિકારીઓને તપાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2026ના પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ની જાહેરાત કરવામાં આવી છે. દેશભરમાંથી કુલ 490 કર્મચારીઓની આ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે.













