અચાનક આગ ફાટી નીકળતાં ઔદ્યોગિક વિસ્તારમાં દોડધામ; સદનસીબે કોઈ જાનહાનિ નહીં, આગનું કારણ અને નુકસાનનો આંક હજુ અકબંધ
રાજકોટ નજીક મેટોડા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ‘બાલ ગોપાલ’ નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો સતત મારો
મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં આગની જ્વાળાઓ ઝડપથી ફેલાઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
કોઈ જાનહાનિ નહીં, નુકસાનનો અંદાજ બાકી
આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ફેક્ટરીમાં આગ કયા કારણોસર લાગી અને તેના કારણે કેટલું આર્થિક નુકસાન થયું છે તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સામે આવશે.









