શ્રાવણ પહેલાં સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, રાજકોટ-વઢવાણ-જામનગરમાં ઝાપટાં

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવા વરસાદથી ઠંડક પ્રસરી, શિવભક્તોમાં જોવા મળ્યો ઉત્સાહ

રાજકોટ: શ્રાવણ માસના પ્રારંભ પહેલાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં પણ મોડી રાતથી વહેલી સવાર સુધી હળવો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી હતી.

જામનગરમાં પણ મેઘમહેર

જામનગર શહેર અને જિલ્લામાં ભારે બફારા બાદ ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાલાવડમાં 3 મીમી અને જામનગર શહેરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.

વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. વહેલી સવારે પણ વરસાદી માહોલ યથાવત રહેતાં શ્રાવણના આગમન પહેલાં શહેરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

શિવભક્તો વહેલી સવારથી મંદિરોમાં દર્શન અને પૂજન માટે પહોંચ્યા હતા. શ્રાવણ પહેલાં વરસેલા વરસાદને લઈને સ્થાનિકોમાં ‘મેઘરાજાએ મહાદેવનો અભિષેક કર્યો હોય’ તેવી લાગણી સાથે ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai