છેવાડાના લોકો સુધી સરળતાથી લોન પહોંચાડોઃ મુખ્યમંત્રીની બેંકોને તાકીદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

MSME, મહિલા ઉદ્યોગકારો, કારીગરો અને નાના ખેડૂતોને ક્રેડિટ આપવા ભાર

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કિંગ સેક્ટરને **‘ક્રેડિટ ટુ લાસ્ટ માઇલ’**ના લક્ષ્યને સાકાર કરવા આહવાન કર્યું છે. તેમણે MSME, મહિલા ઉદ્યોગકારો, ગ્રામ્ય કારીગરો અને નાના ખેડૂતો સહિત છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા બેંકોને તાકીદ કરી હતી.

ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠકની અધ્યક્ષતા કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને આ વિકાસમાં બેન્કિંગ સેક્ટરની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.

મુખ્યમંત્રીએ સરકારી યોજનાઓ હેઠળની લોન અને અન્ય સહાય માટે આવેલી અરજીઓનો ઝડપી નિકાલ કરવા તથા વધુમાં વધુ લાભાર્થીઓને આવરી લેવા બેન્કર્સને સૂચના આપી હતી. ખાસ કરીને KCCનો લાભ મેળવવાથી બાકી રહેલા ખેડૂતોને ઝડપથી આવરી લેવા પર ભાર મૂક્યો હતો.

તેમણે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરીને ઉદ્યોગ સાહસિકો અને જરૂરિયાતમંદોને સમયસર ક્રેડિટ તથા લોન ઉપલબ્ધ કરાવવા પણ જણાવ્યું હતું.

મુખ્ય સચિવ એમ. કે. દાસે ગુજરાતના વિકાસમાં સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર વચ્ચેના સંકલનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. સાથે જ તેમણે સાયબર ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટ સામે વધુ સતર્ક રહેવા બેન્કર્સને સૂચના આપી હતી.

નાના ગામડાઓમાં પણ બેન્કિંગ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે વધુ બેન્ક શાખાઓ ખોલવા પણ સૂચન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai