ભાદરા–જોડિયા–જાંબુડા માર્ગનું નવિનીકરણ ગોકળગાયની ગતિએ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

25થી 30 કિમીના માર્ગનું કામ દોઢ વર્ષથી ધીમી ગતિએ, વાહનચાલકો પરેશાન

જોડિયા: ભાદરા પાટિયાથી જોડિયા થઈ જાંબુડા સુધીના આશરે 25થી 30 કિલોમીટર લાંબા માર્ગના નવિનીકરણ અને પહોળાઈ વધારવાનું કામ છેલ્લા દોઢ વર્ષથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કામગીરીના કારણે નાના વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આણંદા ગામના રહેવાસી અને ઘોલ માર્કેટ યાર્ડના ચેરમેન રસિકભાઈ ભંડેરીએ માર્ગની કામગીરીમાં થઈ રહેલા વિલંબ અંગે ધારાસભ્ય રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય દ્વારા જામનગર માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને ભલામણ પત્ર પાઠવી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ભાદરા પાટિયાથી જાંબુડા સુધીના હયાત માર્ગના નવિનીકરણ અને પહોળાઈ વધારવાનું કામ મંજૂર થયા બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ધીમી ગતિએ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગની બિસમાર સ્થિતિ અને અધૂરી કામગીરીને કારણે અકસ્માતનું જોખમ વધ્યું છે. છેલ્લા એક વર્ષમાં અકસ્માતોમાં બે લોકોના મોત થયાનો પણ સ્થાનિક સ્તરે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

નાળા-પુલિયાની કામગીરીથી એસ.ટી. વ્યવહારને અસર

માર્ગ પર નાળા અને પુલિયાની કામગીરી ચાલી રહી હોવાથી આસપાસનાં અનેક ગામો સાથેનો એસ.ટી. વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોની માંગ છે કે માર્ગની કામગીરીમાં તાત્કાલિક ઝડપ લાવવામાં આવે અને જોખમી સ્થળોએ સલામતીનાં જરૂરી પગલાં લેવામાં આવે, જેથી અકસ્માતો અટકાવી શકાય અને વાહનચાલકો તથા મુસાફરોને રાહત મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai