ગુજરાતમાં નવા ઉદ્યોગો શરૂ કરવા માંગતા ઉદ્યોગકારો માટે મહત્વના સમાચાર છે. GIDCએ નાણાકીય વર્ષ 2026-27 માટે ઔદ્યોગિક અને રહેણાંક પ્લોટના નવા ફાળવણી દરો જાહેર કર્યા છે. નવા દરો 14 ઓગસ્ટ 2026થી અમલમાં આવી ગયા છે.
GIDCની 526મી બોર્ડ બેઠકમાં નવા દરોને મંજૂરી આપવામાં આવી હતી. આ દરો નવી જમીન ફાળવણી ઉપરાંત પ્લોટ ટ્રાન્સફર ફી અને બિનઉપયોગ બદલની પેનલ્ટીની ગણતરીમાં પણ લાગુ પડશે.
હાઉસિંગ સેક્ટરના પ્લોટ માટેના દર ઔદ્યોગિક પ્લોટના દર કરતાં 1.5 ગણા રાખવામાં આવ્યા છે. જોકે, GIDCના બહુમાળી શેડના વર્તમાન દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નવા દરો આગામી સુધારા અથવા નવા આદેશ સુધી અમલમાં રહેશે. જેના કારણે ગુજરાતમાં આગામી સમયમાં નવા ઉદ્યોગો સ્થાપવા માટેનું પ્રારંભિક જમીન રોકાણ વધી શકે છે.
સાથે જ કેટલાક સ્પેશિયલ પાર્ક માટેના જમીન દરો પ્રમાણમાં રાહતભર્યા રાખવામાં આવ્યા છે, જેથી ચોક્કસ ક્ષેત્રોમાં નવા રોકાણને પ્રોત્સાહન મળી શકે.
GIDCના નવા દરોથી ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવાની જમીન કિંમતમાં વધારો થવાની સાથે ઉદ્યોગકારોના પ્રારંભિક મૂડી રોકાણ પર પણ અસર પડવાની શક્યતા છે.










