રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલા ક્લોનિક એન્ટરપ્રાઇઝ નામના એલ્યુમિનિયમ કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં બેડીપરા અને નાગરિક બેંક ચોક ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી તેને સંપૂર્ણપણે બુઝાવી હતી. આગના કારણે કારખાનામાં અંદાજે રૂ.3 લાખનું નુકસાન થયું હોવાનું માલિક ભરતભાઈએ જણાવ્યું હતું.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.










