સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં યોજાઈ રહેલા તરણેતર લોકમેળામાં ‘મોતના કૂવા’નું સ્ટેજ અચાનક તૂટી પડતાં નાસભાગ મચી હતી. સ્ટેજ સાથે જોડાયેલી લોખંડની એંગલ નમી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલા 4થી 5 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ઘટના સમયે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જોકે, મેળામાં આવેલા કેટલાક જાગૃત લોકોએ તાત્કાલિક લોખંડની એંગલને ટેકો આપી પકડી રાખતાં વધુ નુકસાન અટક્યું હતું. જેના કારણે મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી.
તરણેતરનો ઐતિહાસિક લોકમેળો 14 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. મેળામાં સુરક્ષા વ્યવસ્થા માટે 2,500થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ આરોગ્ય સેવાઓ માટે 100થી વધુ તબીબો અને સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા છે.