માણસાના બહુચર માતાજીના મંદિરે શીશ ઝુકાવ્યું; સૌના સુખ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી
નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા ICCના ચેરમેન જય શાહે માણસા સ્થિત બહુચર માતાજીના મંદિરે દર્શન કરી આરતી ઉતારી હતી. આ પ્રસંગે બંનેએ માતાજીના આશીર્વાદ મેળવી સૌના સુખ, સારા આરોગ્ય અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
નવરાત્રિ દરમિયાન માતાજીનાં દર્શન અને આરતીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોય છે. આ પાવન અવસરે બહુચર માતાજીના મંદિરે દર્શન કરીને અમિત શાહ અને જય શાહે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.










