જામનગર જિલ્લામાં બે વાહન અકસ્માત : ખીમાણી સણોસરામાં કારની અડફેટે 10 વર્ષનો બાળક ઘાયલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કાલાવડમાં સરદાર ચોક પાસે અકસ્માત સર્જી કારચાલક ફરાર; જામનગર એસટી બસ સ્ટેશન પાસે બાઈકની પાછળથી ટક્કર મારતાં એક વ્યક્તિને ફ્રેક્ચર

જામનગર જિલ્લામાં કાલાવડ અને જામનગર શહેરમાં વાહન અકસ્માતના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામે પૂરઝડપે આવતી અલ્ટો કારની અડફેટે 10 વર્ષનો બાળક ઘાયલ થયો હતો. જ્યારે જામનગરમાં એસટી બસ સ્ટેશન નજીક એક બાઈકચાલકે અન્ય બાઈકને પાછળથી ટક્કર મારતાં એક વ્યક્તિને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.

ખીમાણી સણોસરામાં કારની અડફેટે બાળક ઘાયલ

પ્રથમ બનાવમાં કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામના સરદાર ચોક પાસે તા.10ના રોજ રાત્રે આશરે 10:56 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. અલ્ટો કારના ચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી કાર હંકારી 10 વર્ષના ખુશ નામના બાળકને સામેથી અડફેટે લીધો હતો. કારની ટક્કરથી બાળક રસ્તા પર પટકાતાં શરીરે મૂઢ ઇજાઓ થઈ હતી.

અકસાનત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે બાળકના પિતા સાગરભાઈ સાવલીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સરધારકા ગામના ભદ્રરાજસિંહ ગુણુભા ઝાલા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એસટી બસ સ્ટેશન પાસે બાઈકની પાછળથી ટક્કર

બીજા બનાવમાં જામનગરના એસટી બસ સ્ટેશન પાસે આઈટીઆઈના ગેટ સામે તા.1 નવેમ્બરના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે અકસ્માત થયો હતો. એક બાઈકચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી બાઈક ચલાવી ફરિયાદી રાજેશભાઈ મંગેના બનેવી પ્રફુલભાઈની બાઈકને પાછળથી ટક્કર મારી હતી.

ટક્કર લાગતાં પ્રફુલભાઈ રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમના ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે શરીરે છોલછાલ અને મૂઢ ઇજાઓ પહોંચી હતી. આ અંગે રાજેશભાઈ મંગેએ સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને અકસ્માતના બનાવોમાં આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai