થાનગઢમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, રૂ.71,400નો મુદ્દામાલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

થાનગઢના ચાંદ્રેલીયા ગામની સીમમાં વેલાળા-સોનગઢ તરફ જતા કાચા રસ્તે વોંકળાના કાંઠે પોલીસે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન 260 લીટર દેશી દારૂ, રૂ.52 હજારની કિંમતનો, તેમજ 700 લીટર ઠંડો આથો, રૂ.17,500ની કિંમતનો અને દારૂ બનાવવાના સાધનો મળી કુલ રૂ.71,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસના દરોડા સમયે ભઠ્ઠીનો સંચાલક સુરેશભાઈ નરશીભાઈ કોળી હાજર મળ્યો ન હતો. થાનગઢ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai