છ માસમાં જ રસ્તો બિસ્માર, ગુણવત્તા સામે સવાલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પડધરી–નેકનામ અને પડધરી–દહિસરડા માર્ગના નવિનીકરણ બાદ ડામર ઉખડતાં સ્થાનિકોમાં રોષ
પડધરી વિસ્તારમાં સરકારી ખર્ચે નવિનીકરણ કરાયેલા રસ્તાઓની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. પડધરી-નેકનામ વચ્ચેના આશરે 6 કિમી માર્ગનું નવિનીકરણ છ માસ અગાઉ કરવામાં આવ્યું હોવા છતાં ચોમાસાના પ્રથમ વરસાદ બાદ અનેક સ્થળોએ ડામર ઉખડવા લાગ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

આ ઉપરાંત પડધરીથી દહિસરડા સુધીના આશરે 9 કિમી માર્ગના નવિનીકરણ માટે કરોડો રૂપિયાની સરકારી રકમ ખર્ચવામાં આવી હોવા છતાં છ માસમાં જ રસ્તા પર ડામર ઉખડવા લાગ્યો છે અને ખાડાઓનું પ્રમાણ વધતું હોવાનું જણાવાય છે.

પ્રજાના નાણાંથી થતા વિકાસકાર્યોમાં ગુણવત્તા જળવાય અને અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવે તે જરૂરી છે. ત્યારે લાખો-કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ ટૂંકા સમયમાં જ બિસ્માર બનતા કોન્ટ્રાક્ટરની કામગીરી, અધિકારીઓની દેખરેખ અને રસ્તાની ગુણવત્તા અંગે તપાસની માંગ ઉઠી છે.

સ્થાનિકોએ પડધરી-નેકનામ તથા પડધરી-દહિસરડા માર્ગની તટસ્થ ગુણવત્તા તપાસ, ખર્ચની વિગતો જાહેર કરવા તેમજ બેદરકારી કે હલકી ગુણવત્તાનું કામ સાબિત થાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai