ધ્રાંગધ્રામાં ગેરકાયદે પથ્થર ખનનનો પર્દાફાશ : રાજકોટ રેન્જ ટીમે રૂ.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં લીઝ કે રોયલ્ટી વિના ગેરકાયદે પથ્થર ખનન કરતા ઇસમો સામે રાજકોટ રેન્જ ટીમે કાર્યવાહી કરી છે. વાવડી ગામની સીમમાં વાસાડવા જવાના રસ્તા નજીક આવેલી વાડીમાંથી ટીમે 2 ટ્રક, 1 ક્રેન અને આશરે 15 ટન પથ્થર સહિત કુલ રૂ.25 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.

રાજકોટ રેન્જના અધિકારીઓને ગેરકાયદે ખનનની માહિતી મળતાં ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાડીમાંથી કોઈપણ લીઝ કે રોયલ્ટી વિના પથ્થરનું ખનન થતું હોવાનું સામે આવ્યું હતું.

કાર્યવાહી દરમિયાન ટ્રક નં. GJ18 79072, ટ્રક નં. GJ12 U 9046 અને ક્રેન નં. GJ38 50579 સહિત આશરે 15 ટન પથ્થર કબજે કરવામાં આવ્યો હતો. વાહનચાલકોને હસ્તગત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.

રાજકોટ રેન્જના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. કુદરતી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બનવાના સંકેત પણ મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai