ગુજરાત ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.3.75નો વધારો કર્યો છે. અગાઉ રૂ.85.01 પ્રતિ કિલો મળતો CNG હવે રૂ.88.76 પ્રતિ કિલો થયો છે. આ ભાવવધારો આજથી જ અમલમાં આવ્યો છે.
થોડા સમય પહેલાં જ અદાણી ગેસે પણ CNGના ભાવમાં વધારો કર્યો હતો. હવે ગુજરાત ગેસના ભાવવધારાથી રિક્ષા, કાર અને CNG આધારિત પરિવહન વધુ મોંઘું બનવાની શક્યતા છે. સાતમ-આઠમ જેવા તહેવારો નજીક હોવાથી પ્રવાસન અને મુસાફરી કરતા લોકોને પણ આ ભાવવધારાનો સીધો અસર પડશે.
એક તરફ સરકાર CNGને વૈકલ્પિક ઈંધણ તરીકે પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે વારંવાર થતા ભાવવધારાથી વાહનચાલકો પર ખર્ચનો વધારાનો બોજ પડશે.










