ગુજરાત સરકારે પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટી માટે નવો જોબ ચાર્ટ જાહેર કર્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી કામગીરીની વિસંગતતા દૂર કરવા બંને વચ્ચે જવાબદારીઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે.
નવા જોબ ચાર્ટ મુજબ પંચાયત તલાટી ગામ પંચાયતની કામગીરી, સરકારી યોજનાઓના અમલીકરણ, પ્રમાણપત્રો, સ્વચ્છતા, પાણી, ગ્રામસભા, ગૌચર તથા પંચાયતની જમીન સંબંધિત કામગીરી સંભાળશે.
જ્યારે મહેસૂલી તલાટી જમીન રેકર્ડ, જમીન મહેસૂલ વસૂલાત, સરકારી જમીન, દબાણ, જમીન સંપાદન, પાક કાપણી, ફાર્મર રજિસ્ટ્રેશન, પાક વીમા અને કુદરતી આપત્તિ સમયે કૃષિ રાહત જેવી કામગીરી કરશે.
ગ્રામ્ય સ્તરે આશરે 90થી 100 પ્રકારના અને વિષયવાર કુલ 290 જેટલા પ્રજાલક્ષી કામોનો સમાવેશ કરાયો છે. જરૂરી સ્થળે બંને તલાટીઓ વચ્ચે સંકલન અને સહકારની જોગવાઈ પણ કરવામાં આવી છે.










