રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે માલીયાસણ ચોકડી પાસેથી સાયલાના 40 વર્ષીય ઘીરા મોહન કુકડીયાને ચાર ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દેશી બનાવટની 2 પિસ્તોલ અને 2 તમંચા મળી કુલ 4 હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં અગાઉ ઝડપાયેલા રીપલા ઉર્ફે વિપુલ કાગડીયાએ આ ચાર હથિયાર ઘીરા કુકડીયાને આપ્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. અગાઉના કેસમાં 4 હથિયાર અને હાલના કેસમાં 4 હથિયાર મળી કુલ 8 ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવામાં આવ્યા છે.
હથિયારો ક્યાં સપ્લાય કરવાના હતા અને આ નેટવર્કમાં અન્ય કોણ સંકળાયેલું છે તે જાણવા માટે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં હથિયાર સપ્લાયની વધુ મોટી લિંક સામે આવે તેવી શક્યતા છે.










