રાજકોટ મનપા હવે સસ્તું ડીઝલ ખરીદશે : પ્રતિ લિટર ₹38થી વધુની બચત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠક 19 ઓગસ્ટે યોજાશે. બેઠકમાં મનપાના વાહનો માટે કન્ઝ્યુમર રેટથી ₹135.36ના ભાવે ખરીદાતા ડીઝલને બદલે ₹96.97 પ્રતિ લિટરના ભાવે ખરીદવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. દરખાસ્ત મંજૂર થાય તો મનપાને દર મહિને આશરે ₹40 લાખની બચત થવાની શક્યતા છે.

હાલ મનપા IOC પાસેથી ₹135.36ના કન્ઝ્યુમર રેટથી ડીઝલ ખરીદે છે, જ્યારે બજારનો રિટેલ ભાવ ₹97.69 છે. ટેન્ડરમાં આવેલી એજન્સીએ બજાર ભાવ કરતાં પણ 72 પૈસાનું ડિસ્કાઉન્ટ આપવાની ઓફર કરી છે. મનપાના વાહનોમાં દરરોજ આશરે 3,500 લિટર ડીઝલ વપરાય છે.

બેઠકમાં ફાયર વિભાગની સેવાઓને ડાયલ-112 સાથે જોડવા માટે ₹2.76 કરોડના ખર્ચે એજન્સીની નિમણૂક, લોકવિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમના નવીનીકરણ માટે ₹1.24 કરોડ, વોર્ડ નં.18માં સ્ટોર્મ વોટર પાઇપલાઇન માટે આશરે ₹2.80 કરોડ સહિતની વિવિધ દરખાસ્તો રજૂ થશે.

સ્થાયી સમિતિની બેઠકમાં ડીઝલ ખરીદી સહિત કુલ 15 જેટલી દરખાસ્તો પર ચર્ચા થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai