અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલનું કેન્ટીન સીલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના વિજય ચાર રસ્તા નજીક આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલના કેન્ટીનમાં AMCની ફૂડ સેફ્ટી ટીમે દરોડા જેવી તપાસ હાથ ધરતાં ગંભીર બેદરકારી સામે આવી છે. કેન્ટીનમાં ભારે ગંદકી, અસ્વચ્છ રસોડું, ગ્લોવ્ઝ-માસ્ક વગર ખોરાક બનાવવો અને 12 જેટલી એક્સપાયર્ડ ખાદ્યચીજો મળી આવી હતી.

તપાસ દરમિયાન કેન્ટીન સંચાલક પાસે જરૂરી ફૂડ લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન પણ ન હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને AMCએ FSSA-2006 હેઠળ કેન્ટીનને તાત્કાલિક સીલ કરી દીધું છે.

દરમિયાન, શાળાના કેન્ટીનના ખોરાકમાંથી કાચનો ટુકડો મળવાની ઘટના બાદ શહેરની અન્ય શાળાઓમાં પણ ચેકિંગ હાથ ધરાયું છે. ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ અને મકરબાની અદાણી વિદ્યા મંદિરના કેન્ટીનમાંથી ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

AMCએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારા શાળા અને કેન્ટીન સંચાલકો સામે કાર્યવાહી ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai