ગુજરાતમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગે ગાંધીધામ અને મુંદ્રાની બે શિપિંગ કંપનીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહીને પગલે ઉદ્યોગ જગતમાં ચર્ચા તેજ બની છે.
સૂત્રો મુજબ આ કાર્યવાહી વિદેશી સંપત્તિ અને હવાલા વ્યવહારો સાથે જોડાયેલી હોવાની ચર્ચા છે. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં કરચોરી સંબંધિત વિગતો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આવકવેરા વિભાગની તપાસનો વ્યાપ અન્ય સ્થળો સુધી પણ વિસ્તરે તેવી શક્યતા છે. ગાંધીધામ-મુંદ્રામાં ચાલી રહેલી આ કાર્યવાહીથી રાજ્યભરના ઉદ્યોગકારોમાં પણ ફફડાટનો માહોલ સર્જાયો છે.










