રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડો. ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને મળેલી લેન્ડગ્રેબીંગ કમિટીની બેઠકમાં 62 કેસોની સુનાવણી કરવામાં આવી હતી. જોકે બેઠકમાં એકપણ કેસમાં પોલીસ ફરિયાદ એટલે કે FIR નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી.
સુનાવણી દરમિયાન 10 કેસમાં સમાધાન થયું હતું, જ્યારે અન્ય કેસો ડ્રોપ કરવામાં આવ્યા હતા. સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર કબજો કરનારા સામે કાર્યવાહી માટે રાજ્યમાં લેન્ડગ્રેબીંગ કાયદો અમલમાં છે.
રાજ્ય સરકારે વર્ષ 2020માં આ કાયદાને મંજૂરી આપી હતી. કાયદા હેઠળ મિલકત પચાવી પાડવાના ગુનામાં 10થી 14 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
બેઠકમાં અધિક કલેક્ટર બારોટ સહિત ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










