રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA)ની 183મી બોર્ડ બેઠક આજે ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ખોખડદળ વિસ્તારની ચાર સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજનાઓને બહાલી આપવામાં આવી હતી.
બેઠકમાં નગર રચના યોજના નં. 53, 54, 55 અને 57ને મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવાનો નિર્ણય લેવાયો છે. આ યોજનાઓને મંજૂરી મળ્યા બાદ ખોખડદળ વિસ્તારમાં આયોજનબદ્ધ વિકાસને વેગ મળવાની શક્યતા છે.
બેઠકમાં RUDA સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રિજિયોનલ કમિશનર આર.એન. કુચારા, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, RUDAના CEO પી.પી. પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.










