સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વોશિંગ્ટન ડીસી રવાના

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભારતીય કોન્સ્યુલેટ જનરલની ઓફિસની મુલાકાત લીધી, કોન્સ્યુલ જનરલે ડેલિગેશનનું સ્વાગત કર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરીને હવે વોશિંગ્ટન ડીસી જવા રવાના થયું છે. વોશિંગ્ટન જતાં પહેલાં મુખ્યમંત્રી સહિત ડેલિગેશનના સભ્યોએ સાન ફ્રાન્સિસ્કો ખાતે આવેલી ભારતના કોન્સ્યુલેટ જનરલની ઓફિસની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન કોન્સ્યુલ જનરલ ડો. કે. શ્રીકર રેડ્ડીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગુજરાત ડેલિગેશનના તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું.

સાન ફ્રાન્સિસ્કો પ્રવાસ દરમિયાન ગુજરાત ડેલિગેશન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ, ઉદ્યોગ અને સહકારની સંભાવનાઓ અંગે મહત્વપૂર્ણ બેઠકો અને ચર્ચાઓ કરવામાં આવી હતી. હવે ડેલિગેશનના આગામી કાર્યક્રમો વોશિંગ્ટન ડીસીમાં યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai