સાયલા વન વિભાગની મોટી કાર્યવાહી : ગેરકાયદેસર લાકડાથી ભરેલી બોલેરો પીકઅપ ઝડપાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાડપત્રી ઢાંકી લાકડાની હેરાફેરી : ત્રણ શખ્સો ઝડપાયા, રૂ.5.25 લાખનો મુદ્દામાલ જપ્ત

સાયલા વન વિભાગે ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતા વાહન સામે કાર્યવાહી કરી છે. પૂર્વ બાતમીના આધારે વન વિભાગની ટીમે સાયલા નેશનલ હાઈવે પર આયા બોર્ડ નજીક આકસ્મિક દરોડો પાડી લાકડાથી ભરેલી બોલેરો પીકઅપ ઝડપી પાડી હતી.

વાહનમાં તાડપત્રી ઢાંકી લાકડાનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. તપાસ દરમિયાન વાહનમાંથી ખીજડો અને લીમડા સહિતના વૃક્ષોના અંદાજે 75 મણ લાકડા મળી આવ્યા હતા. વન વિભાગે વાહન અને લાકડા સહિત કુલ આશરે રૂ.5.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વસ્તડીથી બામણબોર લઈ જવાનો હતો જથ્થો

પ્રાથમિક તપાસમાં આ લાકડાનો જથ્થો વસ્તડીથી બામણબોર સુધી લઈ જઈ વેચવાનો હોવાની માહિતી સામે આવી છે. જોકે, લાકડું ક્યાંથી કાપવામાં આવ્યું હતું અને તેની હેરાફેરી પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે અંગે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્રણ શખ્સો સામે કાર્યવાહી

આ કેસમાં ખીમાણીયા બળદેવભાઈ, ખીમાણીયા ધીરુભાઈ અને બોહકિયા પ્રકાશભાઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહી દરમિયાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રવિણસિંહ, વિક્રમસિંહ, વિરસંગભાઈ અને મેરાભાઈ સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અંગે વન વિભાગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai