રાજકોટ ગ્રામ્યનાં ડેમ, મંદિરો અને વીજ સ્ટેશનો સહિત 108 સ્થળો ‘નો-ડ્રોન ઝોન’ જાહેર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો નિર્ણય; 31 ડિસેમ્બર 2026 સુધી ડ્રોન સહિતનાં હવાઈ સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રહે તે હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એચ. બારોટે રાજકોટ ગ્રામ્ય વિસ્તારનાં ડેમ, મંદિરો, વીજ સ્ટેશનો, સરકારી કચેરીઓ સહિત કુલ 108 મહત્વપૂર્ણ સ્થળોને ‘નો-ડ્રોન ઝોન’ જાહેર કર્યાં છે. આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ સ્થળોએ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

જાહેરનામા મુજબ, રાજકોટ ગ્રામ્ય વિસ્તારનાં વાઇટલ ઇન્સ્ટોલેશન, વીવીઆઈપી રહેણાંક વિસ્તારો, અગત્યની સરકારી કચેરીઓ અને અન્ય પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની સરકારી કચેરીઓ, બસ સ્ટેશનો, વિવિધ કે.વી.નાં વીજ સબસ્ટેશનો, પાવર હાઉસ અને વાયરલેસ તથા માઇક્રોવેવ સ્ટેશનોનો પણ પ્રતિબંધિત સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જલારામ મંદિર, ખોડલધામ અને ડેમોનો પણ સમાવેશ

ધાર્મિક સ્થળોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જલારામ મંદિર, ખોડલધામ સહિતનાં મંદિરોને પણ નો-ડ્રોન ઝોનમાં આવરી લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત ભાદર અને ન્યારી સહિતના ડેમો, પુલો, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બજારો, વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને સબ જેલ જેવા મહત્વપૂર્ણ સ્થળોએ પણ હવાઈ સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

31 ડિસેમ્બર 2026 સુધી જાહેરનામું અમલમાં રહેશે

આ જાહેરનામા હેઠળ પ્રતિબંધિત વિસ્તારોમાં રિમોટ કંટ્રોલથી સંચાલિત કેમેરાવાળા ડ્રોન, એરિયલ મિસાઇલ, હેલિકોપ્ટર, રિમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ, એરક્રાફ્ટ અને પેરાગ્લાઇડર જેવા હવાઈ સાધનોના ઉપયોગ પર રોક લગાવવામાં આવી છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની હકુમત હેઠળ આવતા તમામ વિસ્તારોમાં આ આદેશનો અમલ 31 ડિસેમ્બર 2026 સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તે શિક્ષાને પાત્ર બનશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai