અમદાવાદ એરપોર્ટના 4 કસ્ટમ અધિકારીઓ સસ્પેન્ડ, દાણચોરી મામલે ખળભળાટ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પોતાના જ ચાર અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરતાં ખળભળાટ મચી ગયો છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં બે સુપરિન્ટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, વિદેશથી આવતા મુસાફરો મારફતે સોનું, ફોરેન કરન્સી અને નશીલા પદાર્થોની હેરાફેરીમાં અધિકારીઓ મદદ કરતા હોવાની માહિતી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત એક મુસાફરે કસ્ટમ ચેકિંગ દરમિયાન અયોગ્ય વર્તન, બિનજરૂરી હેરાનગતિ અને પજવણી અંગે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી.

કસ્ટમ્સના નિયમો મુજબ મુસાફરોની તપાસ દરમિયાન અધિકારીઓ માટે બોડી કેમેરા પહેરવો ફરજિયાત છે. જોકે, સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓએ બોડી કેમેરા વિના મુસાફર સાથે કાર્યવાહી કરી હોવાનો મામલો પણ સામે આવ્યો હતો. ફરિયાદ બાદ થયેલી પ્રાથમિક તપાસમાં ગંભીર બેદરકારી જણાતા ચારેય અધિકારીઓ સામે કડક પગલાં લેવાયા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai