ખેડૂતોને જરૂરિયાત મુજબ 10 કલાક વીજળી મળશે, ઋષિકેશ પટેલની જાહેરાત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર: ગુજરાતમાં આજથી ત્રણ દિવસનું ચોમાસુ વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. સત્રના પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ બાદ પરંપરા મુજબ ગૃહનું કામકાજ મુલતવી રાખવામાં આવશે. જ્યારે આગામી બે દિવસ દરમિયાન વિવિધ વિધેયકો અને કાયદા સુધારા અંગે ચર્ચા થશે.

આ દરમિયાન સત્ર પહેલાં મંત્રી ઋષિકેશ પટેલે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં જ્યાં વરસાદની અછત છે અને સિંચાઈ માટે વીજળીની જરૂરિયાત છે, ત્યાં ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક સુધી વીજળી આપવામાં આવશે.

જરૂરિયાત મુજબ ડબલ શિફ્ટમાં વીજ પુરવઠો

ઋષિકેશ પટેલે જણાવ્યું કે જ્યાંથી વધારાની વીજળીની માંગ આવશે ત્યાં બે કલાક વધારાનો વીજ પુરવઠો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે રાજ્યમાં સિંગલ શિફ્ટમાં વીજળી આપવામાં આવે છે, પરંતુ જ્યાં જરૂરિયાત હશે ત્યાં ડબલ શિફ્ટ કરીને 10 કલાક સુધી વીજળી આપવામાં આવશે.

ઊર્જા વિભાગ દ્વારા ખેડૂતોને વીજળીની અછત ન પડે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાથે જ ઓછા વરસાદની સ્થિતિમાં નર્મદા નદી આધારિત વિવિધ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખેડૂતો અને પશુપાલકોને રાહત આપવા ઘાસચારો પણ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai