અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈને દેશ-વિદેશમાંથી લાખો માઈભક્તો પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે. યાત્રાળુઓની સુવિધા માટે સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રેસ્ટ શેલ્ટર, ફ્રી ફૂડ, પીવાનું પાણી, આરોગ્યસેવા, ટોઇલેટ અને સુરક્ષા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
કુલ 12,300 ચોરસ મીટર વિસ્તારમાં રેસ્ટ શેલ્ટર તૈયાર કરાયા છે. હડાદ રૂટના 5 શેલ્ટરમાં 2,776 અને દાંતા રૂટના 2 શેલ્ટરમાં 1,140 યાત્રાળુઓ માટે બેડની વ્યવસ્થા કરાઈ છે. હડાદ, દાંતા અને ગબ્બર રૂટ પર 30 વોટર પેગોડા બનાવવામાં આવ્યા છે.
માઈભક્તોની તબીબી જરૂરિયાત માટે 6 ફર્સ્ટ એઇડ કાઉન્ટર અને 10 મેડિકલ તથા લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર કાર્યરત રહેશે. દાંતા અને ગબ્બર રૂટ પર ફ્રી ફૂડ શેલ્ટરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.










