વિકાસને ગતિ મળશે: ટેન્ડર મંજૂરી માટે હવે 51થી 66 દિવસની સમયમર્યાદા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ અને બાંધકામના કામોમાં ઝડપ લાવવા ટેન્ડર મંજૂરી પ્રક્રિયા માટે વિવિધ કક્ષાએ મહત્તમ સમયમર્યાદા નક્કી કરી છે. અગાઉ સામાન્ય રીતે 120 દિવસનો સમયગાળો ધ્યાને લેવાતો હતો, જેને હવે ઘટાડવામાં આવ્યો છે.

માત્ર ફાઇનાન્સિયલ બીડ ધરાવતા ટેન્ડરની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 51 દિવસમાં, જ્યારે ટેક્નિકલ અને ફાઇનાન્સિયલ એમ બે બીડ ધરાવતા ટેન્ડરની પ્રક્રિયા વધુમાં વધુ 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.

ટેન્ડર વેલિડિટીનો સમયગાળો પણ 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો છે. એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તો અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટો નહીં થાય. વાટાઘાટો જરૂરી બને તો તે માત્ર એક જ કક્ષાએ પૂર્ણ કરવાની રહેશે.

નક્કી કરેલી સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહીં થાય તો વિલંબના કારણોની નોંધ કરી જવાબદારી નક્કી કરવામાં આવશે. અધૂરી દરખાસ્તને કારણે થતા વિલંબ માટે સંબંધિત રજૂ કરનાર કક્ષાની જવાબદારી રહેશે. આ નિર્ણયથી રસ્તા, પુલ અને સરકારી મકાનો સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની મંજૂરી પ્રક્રિયામાં ઝડપ આવવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai