ચોટીલા: આણંદપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં નાસતા-ફરતા આરોપી પ્રેમજીભાઈ કાળુભાઈ બાવળીયાને પોલીસે જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને આણંદપુર પોલીસ મથકે લાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ રેન્જ IG નીલિપ્ત રાય, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ચોટીલા DySP એસ.એસ. ભદોરીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.










