જમીન દફતર કર્મચારીઓની હડતાળથી અરજદારો-વકીલો પરેશાન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જમીન સંબંધિત કામગીરી ઠપ થતાં બાર એસોસિએશન મેદાને, મુખ્યમંત્રીને તાત્કાલિક ઉકેલ માટે રજૂઆત

રાજકોટમાં જમીન દફતર કર્મચારીઓની હડતાળને કારણે જમીનના દસ્તાવેજો, નોંધણી સહિતની સરકારી કામગીરી ખોરવાઈ છે. કામગીરી અટકતાં અરજદારો સાથે જમીન સંબંધિત કેસોમાં જોડાયેલા વકીલોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અગાઉથી પ્રક્રિયામાં રહેલા કામો તેમજ નવા અરજદારોના કામો અટવાતા ધક્કા ખાવાની સ્થિતિ સર્જાઈ છે. આ અંગે બાર એસોસિએશને મુખ્યમંત્રીને રજૂઆત કરી જમીન દફતરનું કામકાજ વહેલી તકે પૂર્વવત્ કરવા અને અટવાયેલા કામોનો ઝડપી નિકાલ કરવા તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai