મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવશે. તેઓ વિદ્યાનગર ખાતે રૂ.33 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી અદ્યતન કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરશે.
આશરે 65 વર્ષ જૂની કલેક્ટર કચેરીને હવે 17,500 ચોરસ મીટરના વિસ્તારમાં બનેલા નવા ભવનમાં ખસેડવામાં આવશે. નવી કચેરીમાં કલેક્ટર ઉપરાંત પ્રાંત અધિકારી, સિટી-ગ્રામ્ય મામલતદાર, હક્ક ચોકસી, સિટી સર્વે અને સ્ટેમ્પ ડ્યુટી સહિતની વિવિધ મહેસૂલી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
મુખ્યમંત્રીના હસ્તે ભાવનગર શહેરમાં રૂ.100 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. કાર્યક્રમને લઈને મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.










