પ્રીમિયમ ગરબાના પાસ રૂ.10 હજાર સુધી પહોંચ્યા, VIP લાઉન્જનો ચાર્જ રૂ.2.5 લાખ સુધી
આ વર્ષે અમદાવાદમાં સામાન્ય જાહેર ગરબાની સામે પ્રીમિયમ અને VIP ગરબા ઇવેન્ટ્સનો ટ્રેન્ડ વધ્યો છે. લોકપ્રિય કલાકારોની ફી, ગ્રાઉન્ડ, સાઉન્ડ-લાઇટિંગ, ડેકોરેશન અને સુરક્ષાના વધેલા ખર્ચને કારણે ગરબાના પાસ મોંઘા થયા છે.
સામાન્ય ગરબાના પાસ રૂ.99થી રૂ.499 સુધી રહેતા હતા, જ્યારે હવે પ્રીમિયમ ઇવેન્ટ્સમાં પાસના ભાવ રૂ.2,000થી શરૂ થઈ રૂ.10,000 સુધી પહોંચ્યા છે. VIP લાઉન્જમાં ખાસ સીટિંગ, ફૂડ-બેવરેજ, બટલર અને સુરક્ષા જેવી સુવિધાઓ માટે રૂ.1.5 લાખથી રૂ.2.5 લાખ કે તેથી વધુ ચાર્જ લેવાય છે.
એક રાતની હાઇ-એન્ડ ગરબા ઇવેન્ટનો કુલ ખર્ચ પણ રૂ.1 કરોડથી રૂ.2.5 કરોડ સુધી પહોંચ્યો હોવાનું ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે. બીજી તરફ, વધતા ખર્ચને કારણે કેટલાક નાના આયોજકોએ ઇવેન્ટ રદ કરી છે અથવા સંયુક્ત આયોજનનો વિકલ્પ અપનાવ્યો છે.
તેમ છતાં યુવાવર્ગ અને કોર્પોરેટ વર્ગમાં પ્રીમિયમ ગરબાનો ક્રેઝ યથાવત છે અને કેટલીક ઇવેન્ટ્સની અર્લી-બર્ડ ટિકિટો પણ ઝડપથી સોલ્ડ આઉટ થઈ રહી છે.










