ભાવનગરને રૂ.738 કરોડના 79 વિકાસકામોની ભેટ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.33 કરોડની નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ કર્યું

ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રૂ.738.09 કરોડના 79 વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જેમાં રૂ.33 કરોડના ખર્ચે બનેલી નવી અદ્યતન જિલ્લા કલેક્ટર કચેરીનું પણ લોકાર્પણ કરાયું.

મહાનગરપાલિકાના રૂ.621.63 કરોડના 30 કામો, માર્ગ-મકાન વિભાગના રૂ.57.03 કરોડના 46 કામો અને પ્રાદેશિક નગરપાલિકા કચેરીના રૂ.13.24 કરોડના વિવિધ વિકાસકામોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સીસી રોડ, પેવર બ્લોક, સિવિક સેન્ટર, રીડિંગ લાઇબ્રેરી, ફોરલેન બ્રિજ, પાણીના નેટવર્કનું અપગ્રેડેશન તેમજ રૂવા ખાતે 105 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રીના પ્રવાસને પગલે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai