સુરત એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માતઃ ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં 4નાં મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત એક્સપ્રેસવે પર કામરેજ નજીક માર્ગની સાઈડમાં ટેકનિકલ ખામીના કારણે ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવતી કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ચારેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર પાસિંગની આ કારમાં સવાર લોકો મુંબઈથી શંખેશ્વર મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા. દરમિયાન કામરેજ નજીક એક્સપ્રેસવે પર એર પ્રેશરની સમસ્યાને કારણે ડમ્પર ઊભું હતું. આ સમયે પાછળથી આવેલી કાર ડમ્પરના પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો અને તેમાં સવાર ચારેય વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ચારેયનાં ઘટનાસ્થળે જ મોત થતાં મૃતદેહોને કારમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

અકસ્મતને પગલે એક્સપ્રેસવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતાં કામરેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai