સાઉથ આફ્રિકા કરતાં ગુજરાતમાં સિંહોની વસ્તી વધુ : વનમંત્રી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગીરમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધવાનો વનમંત્રી અર્જુન મોઢવાડિયાનો દાવો, સંવર્ધન અને સુરક્ષા પર ભાર

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે સરકારની ગાઈડલાઈન મુજબ સૌરાષ્ટ્રમાં વસતા એશિયાટિક સિંહોના સંવર્ધન, સુરક્ષા અને જતન માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે સાઉથ આફ્રિકા ખંડમાં સિંહોની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે ગીર અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગની કામગીરીને કારણે સિંહોના સંરક્ષણમાં સતત પ્રગતિ થઈ રહી હોવાનો તેમણે દાવો કર્યો.

વનમંત્રીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ ગીરનું જંગલ અને સફારી પાર્ક સિંહ દર્શન માટે ખુલ્લાં મૂકવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai