પાદરાના આંટી ગામમાં તબેલામાં ખાડો ખોદી છુપાવેલો 55 કિલો ગાંજો ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પાદરા તાલુકાના આંટી ગામમાં પોલીસે મોટી કાર્યવાહી કરી ઘોડાના તબેલામાં ખાડો ખોદીને સંતાડેલો 55 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર હોવાથી તેમને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસને મળેલી બાતમીના આધારે આંટી ગામના ભદારી વાળા રોડ પર લાલકુવા વિસ્તારમાં આવેલા ખેતરમાં તપાસ કરવામાં આવી હતી. ઘોડાના તબેલામાં ખાડો ખોદીને ગાંજો છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન પોલીસે 55 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત આશરે રૂ.27.50 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે ગાંજા ઉપરાંત મોબાઇલ ફોન, વજનકાંટો અને રોકડ સહિત કુલ રૂ.27,55,520નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આંટી ગામના ઇલ્યાસ ઉર્ફે શેરૂ અહેમદભાઈ મલેકને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.

આ મામલે મુસ્તાક રહીમભાઈ મલેક અને બચુભાઈ ડોસુભાઈ સીધાના નામ પણ આરોપી તરીકે સામે આવ્યા છે. બંને સ્થળ પર હાજર ન મળતાં પોલીસે તેમને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ગાંજાના જથ્થાના સ્ત્રોત અને તેની હેરાફેરી અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai