ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, રૂ. 35 હજારનો મુદ્દામાલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર વિસ્તારમાં ધામણીનેશ ખાતે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે સ્થાનિક ગુના શોધક શાખા (LCB) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં રૂ. 35,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, LCBના ASI શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, વેજાભાઈ બેરા અને મનહરસિંહ જાડેજાને દેશી દારૂની ભઠ્ઠી અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, દરોડા દરમિયાન ધામણીનેશનો લખમણ રબારી નામનો આરોપી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી LCBના ઇન્ચાર્જ PI એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai