અમદાવાદ IPS મેસમાં CM ભૂપેન્દ્ર પટેલે મા જગદંબાની મહાઆરતી ઉતારી, પોલીસ પરિવારો સાથે નવરાત્રિની ઉજવણી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદમાં IPS મેસ ખાતે આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મા જગદંબાની મહાઆરતીમાં સહભાગી થઈ માતાજીનાં દર્શન કર્યા હતા અને પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનોને નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

મહોત્સવમાં રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક, ડીજી (સીઆઈડી ક્રાઇમ) ડૉ. કે.એલ.એન. રાવ, અગ્ર મુખ્ય વન સંરક્ષક જયપાલસિંહ અને અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગરબા મહોત્સવ દરમિયાન મોતીપુરા ફોક હેરિટેજ દ્વારા દેશી રાસગરબા અને કચ્છી ફ્યુઝન લોકનૃત્યની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. વ્યાસબંધુઓએ પ્રાચીન અને અર્વાચીન રાસ-ગરબાની પ્રસ્તુતિથી ઉત્સવમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

IPS અધિકારીઓએ પોતાના પરિવારજનો સાથે ગરબે ઘૂમી નવરાત્રિની ઉજવણી કરી હતી. ધાર્મિક માહોલ, લોકસંસ્કૃતિની રંગત અને પરંપરાગત ગરબાની રજૂઆતો વચ્ચે IPS મેસનો નવરાત્રિ મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai