ધ્રોલ-જોડિયા પોલીસની કાર્યવાહી: રૂ. 10.67 લાખના વિદેશી દારૂનો નાશ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

છેલ્લા ત્રણ મહિનામાં પકડાયેલી 4,058 બોટલોનો કાયદેસર પ્રક્રિયા બાદ નિકાલ કરાયો

જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા પોલીસ દ્વારા દારૂબંધીના કાયદા હેઠળ પકડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં જપ્ત કરાયેલી નાની-મોટી કુલ 4,058 બોટલો, જેની અંદાજિત કિંમત રૂ. 10.67 લાખ થાય છે, તેનો બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.

આ કાર્યવાહી દરમિયાન ગ્રામ્ય ડીવાયએસપી પીયુષ વાંદા, ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નશાબંધી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો. દારૂબંધીના કાયદાના અમલ અને ગેરકાયદે દારૂના વેચાણ સામેની કાર્યવાહી અંતર્ગત પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai