ખાદ્યતેલોના ભાવમાં છેલ્લા બે સપ્તાહ દરમિયાન નોંધાયેલા જોરદાર ઉછાળા બાદ હવે તેજીની ગતિ પર બ્રેક લાગી છે. શનિવારે ભાવમાં ઘટાડો નોંધાયા બાદ આજે પણ ત્રણેય મુખ્ય ખાદ્યતેલોના ડબ્બે પાંચ-પાંચ રૂપિયાનો ઘટાડો થયો હતો. ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકોને થોડી રાહત મળી છે.
રાજકોટમાં નવા સીંગતેલના ડબ્બાનો ભાવ ₹2,955થી ₹3,005 રહ્યો હતો. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹2,620થી ₹2,680 અને પામોલીન તેલનો ભાવ ₹2,295થી ₹2,300 નોંધાયો હતો. ત્રણેય તેલના ભાવમાં પ્રતિ ડબ્બે ₹5નો ઘટાડો નોંધાયો હતો. જોકે, આગામી દિવસોમાં ખાદ્યતેલોના ભાવમાં વધુ ઘટાડો થાય છે કે ફરી તેજી આવે છે તેના પર વેપારીઓ અને ગ્રાહકોની નજર રહેશે.










