NSS અને જાફરાબાદ ટાઉન પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી રેલીમાં 38 વિદ્યાર્થીઓ જોડાયા
જાફરાબાદ: “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત નાગરિકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, જાફરાબાદ દ્વારા NSS અને જાફરાબાદ ટાઉન પોલીસના સંયુક્ત ઉપક્રમે સાયબર અવેરનેસ રેલી યોજાઈ હતી.
કોલેજના આચાર્ય ડૉ. વિરલકુમાર શીલુના માર્ગદર્શન હેઠળ અને NSS પ્રકલ્પ કો-ઓર્ડિનેટર પ્રો. સતિષ મેઘાણીના સંયોજનમાં યોજાયેલી રેલીમાં 38 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રેલી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનદારો અને નાગરિકોને OTP શેર ન કરવા, શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવા અને સાયબર ફ્રોડથી સાવચેત રહેવા અંગે જાગૃતિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દેસાઈએ સાયબર ક્રાઈમથી બચવા માટે જરૂરી સાવચેતી અંગે વિદ્યાર્થીઓ અને નાગરિકોને માર્ગદર્શન આપ્યું હતું.










