રાજકોટમાં દારૂના 2 કુખ્યાત બુટલેગર પાસા હેઠળ જેલમાં

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરત ધાધલ અને વિજય ખાચર સામે કાર્યવાહી; સાબરમતી અને વડોદરા જેલ હવાલે

રાજકોટ: રાજકોટમાં દારૂની હેરાફેરી અને સપ્લાય સાથે સંકળાયેલા બે કુખ્યાત બુટલેગરો સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે ભરત પીઠુભાઈ ધાધલ અને વિજય જેઠુભાઈ ખાચરની અટકાયત કરી છે. ભરતને સાબરમતી જેલ, જ્યારે વિજયને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, બંને સામે અગાઉ દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલા છે. ભરત ધાધલ સામે કુલ 6 ગુના, જ્યારે વિજય ખાચર સામે 5 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે બંને સામે પાસાની દરખાસ્ત કરી હતી, જેને પોલીસ કમિશનરે મંજૂરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai