ગુજરાતમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા.
વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે સાંસદો, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે વડોદરામાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.










