સોમનાથમાં ગુરુવારથી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનો પ્રારંભ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હર હર મહાદેવના નાદ સાથે ભક્તિ-ભજન-ભોજનનો સંગમ; 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 દરમિયાન 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દર્શન માટે પહોંચે તેવી શક્યતા હોવાથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

આ વર્ષે પ્રથમ વખત સોમનાથ મંદિરમાં 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો નિર્ધારિત પ્રક્રિયા દ્વારા યજ્ઞમાં આહુતિ આપી યજમાન બનવાનો લાભ લઈ શકશે. સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી અલગ-અલગ સ્લોટમાં યજ્ઞ યોજાશે.

શ્રાવણ દરમિયાન સોમનાથ મહાદેવને વિવિધ ધાર્મિક શૃંગાર કરવામાં આવશે. સવાલક્ષ બિલ્વપત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન સહિતના વિશેષ શૃંગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. શ્રાવણના સોમવાર સહિત વિશેષ દિવસોએ સોમનાથ મહાદેવની પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શ્રદ્ધાળુઓ માટે મંદિરની વિવિધ પૂજાઓ અને ધાર્મિક વિધિઓનું ઓનલાઈન બુકિંગ Somnath.org પરથી કરી શકાશે. સોમનાથ ન પહોંચી શકતા ભક્તો માટે ઓનલાઈન સંકલ્પ અને પૂજાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.

યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રહેવા, ભોજન, પીવાનું પાણી, ક્લોકરૂમ, જૂતા ઘર અને પ્રસાદ સહિતની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. વૃદ્ધો અને દિવ્યાંગ ભક્તો માટે વ્હીલચેર, ગોલ્ફ કાર્ટ અને નિઃશુલ્ક ટોય ટ્રેન જેવી વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

શ્રાવણના દરેક સોમવારે **‘વંદે સોમનાથ કલા મહોત્સવ’**નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રીય સ્તરના કલાકારો દ્વારા નૃત્ય અને સંગીતની કલા આરાધના રજૂ કરવામાં આવશે.

મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી ટ્રાફિક વ્યવસ્થા, એકમાર્ગીય માર્ગ, વધારાનું પાર્કિંગ, પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાને પણ મજબૂત બનાવવામાં આવી છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રાત્રિ સફાઈની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.

આમ, આગામી એક મહિના દરમિયાન સોમનાથ ધામમાં ભક્તિ, ભજન, ભોજન અને આધ્યાત્મિક કાર્યક્રમોનો અનોખો સંગમ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai