સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં તબીબના રહસ્યમય આપઘાતના મામલે તપાસ દરમિયાન રેગિંગ થયું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ચાર સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનો ખુલાસો થતાં તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. હિના ભૂત અને ડો. દીક્ષિતા સેસારિયન સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચારેયને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્શનના સમયગાળા દરમિયાન ચારેય તબીબોને હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તબીબના આપઘાત બાદ સમગ્ર મામલે કરવામાં આવેલી તપાસમાં રેગિંગના આક્ષેપો સામે આવ્યા હતા. આ ખુલાસા બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા જવાબદાર ગણાતા સિનિયર રેસિડેન્ટ્સ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઘટનાએ તબીબી ક્ષેત્રમાં રેગિંગ અને જુનિયર તબીબોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.










