અમદાવાદમાં ચોંકાવનારી ઘટના: નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેનમાં યુવકે જીવન ટૂંકાવ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

SG હાઈવે પર નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘટના, 22 વર્ષીય ઝારખંડના યુવકનું મોત

અમદાવાદ: અમદાવાદના SG હાઈવે પર નિર્મા યુનિવર્સિટી સામે આવેલા નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલીપ બિલ્ડિંગમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિલ્ડિંગના 32મા માળે ક્રેન ચલાવતા 22 વર્ષીય યુવકનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

મૃતકની ઓળખ પ્રીતમસિંહ (ઉંમર 22 વર્ષ) તરીકે થઈ છે. તે મૂળ ઝારખંડનો રહેવાસી હતો અને છેલ્લા કેટલાક સમયથી નિર્માણાધીન સાઇટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો.

મળતી માહિતી મુજબ, મોડી રાતથી સવાર સુધી યુવકનો મૃતદેહ 352 ફૂટ ઊંચી બિલ્ડિંગના 32મા માળે ક્રેનમાં લટકતી હાલતમાં રહ્યો હતો. સવારે આશરે 9:30 વાગ્યે સાઇટના સેફ્ટી વિભાગના કર્મચારીઓએ મૃતદેહને નીચે ઉતાર્યો હતો.

ઘટનાની જાણ થતાં સોલા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

સોલા પોલીસ સ્ટેશનના PI કે.એન. ભૂકણે જણાવ્યું હતું કે યુવકે આ પગલું શા માટે ભર્યું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

દરમિયાન પ્રોજેક્ટ એન્જિનિયર દર્શલ જોશીએ જણાવ્યું હતું કે વહેલી સવારે એક મજૂરનો ફોન આવતા તેમને ઘટનાની જાણ થઈ હતી. પરિવાર તરફથી યુવકને કોઈ આંતરિક સમસ્યા હોવાને કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

પોલીસ દ્વારા પરિવારજનો, સાથી કર્મચારીઓ અને સાઇટના જવાબદાર લોકોની પૂછપરછ કરી સમગ્ર ઘટનાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai