કુરાલ ચોકડી પાસે કારના ફૂરચા ઉડ્યા, અકસ્માત બાદ ટ્રાફિક જામ
વડોદરા: પાદરા-જંબુસર હાઈવે પર કુરાલ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં કારચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્મતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ફૂરચો થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં વડુ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્મત બાદ કુરાલ ચોકડી પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઉમટી પડતાં પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.
વડુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કાર ટ્રક પાછળ કેવી રીતે ઘૂસી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.










