જાફરાબાદમાં SMCની મોટી કાર્યવાહી, જુગારધામ પર દરોડો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમરેલી જિલ્લાના જાફરાબાદના વાપાળીયા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ જુગારધામ પર દરોડો પાડી 15 ઇસમોને ઝડપી પાડ્યા છે. SMCની ટીમે જાહેરમાં જુગાર રમતા લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસે ₹1,61,600 રોકડ, મોબાઈલ ફોન અને 3 વાહનો સહિત કુલ ₹3,28,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો

ગાંધીનગરથી આવેલી SMCની ટીમે સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી છે. જાફરાબાદ પોલીસની હદમાં આટલું મોટું જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ કેવી રીતે ન થઈ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

SMCની અચાનક રેડ બાદ સ્થાનિક પોલીસ તંત્રમાં પણ ખળભળાટ મચ્યો છે. હવે સ્થાનિક PI અને પોલીસ સ્ટાફની કામગીરી અંગે જિલ્લા પોલીસ વડા શું કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર રહેશે.

દરોડામાં ઝડપાયેલા 15 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai