બેડીના હથિયાર કેસમાં મોટો ખુલાસો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હરેશ જાદવને ચાર કારતૂસ આપનાર મધ્યપ્રદેશનો અમિત રાજકોટથી ઝડપાયો

રાજકોટ એસઓજીની ટીમે હથિયારના ગુનામાં ફરાર આરોપી મધ્યપ્રદેશના અમિતકુમાર ઉર્ફે અકુ અશોક પાઠકને રાજકોટ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બેડી વાછકપર ગામના હરેશ ઉર્ફે ભૂરો મોતી જાદવને ચાર રાઉન્ડ કારતૂસ સપ્લાય કરનાર અમિત હતો.

ગત ફેબ્રુઆરીમાં એસઓજીની ટીમે હરેશ જાદવને એક દેશી બનાવટની પિસ્ટલ, ત્રણ જીવતા કારતૂસ અને એક ખાલી કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. આ હથિયાર કેસની તપાસ દરમિયાન કારતૂસ સપ્લાય કરનાર તરીકે મધ્યપ્રદેશના અમિતનું નામ સામે આવ્યું હતું. ત્યારથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.

શહેર એસઓજી પીઆઇ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો આરોપીને ઝડપી પાડવા પ્રયાસ કરી રહી હતી. દરમિયાન પીએસઆઇ બી.વી. ચુડાસમાની ટીમના કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા અને રવિભાઈ ધગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે 44 વર્ષીય અમિતકુમાર ઉર્ફે અકુ અશોક પાઠક, રહે. દંતીયા, મધ્યપ્રદેશને રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે હરેશ ઉર્ફે ભૂરો મોતી જાદવ સામે ગાંધીગ્રામની એક પરિણીત મહિલા પર બંદૂકની અણીએ દુષ્કર્મ આચર્યાનો અલગ ગુનો પણ નોંધાયો છે. આ કેસમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરી પીઆઇ એન.બી. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ બી.વી. ચુડાસમા સહિત એસઓજીના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai